________________
૩૧૪
સુરસુંદરી ચરિત્ર
ગણાય નહીં. કારણ કે રાજાને દોષ પ્રજાને બહુ દુઃખદાયક થઈ પડે.
| માટે આપણે આ હકીકત નરેદ્રને સંભળાવવી જોઈએ, અને એવા અવિનીતકુમારને બંદોબસ્ત થ. જોઈએ.
પરસ્ત્રીહરણ એ સામાન્ય ગુન્હો ગણાય નહીં.
એમ વિચાર કરી નગરના કેટલાક મુખ્ય પુરૂષે. રાજાની આગળ ગયા.
બાદ તેમણે વિનયપૂર્વક કુમારના અત્યાચારની બાબત સંભળાવી.
ત્યાર પછી રાજાએ પણ કુમારને બેલાવી મધુર વચને વડે શિખામણ આપી, છતાં પણ તેણને છોડવાની કુમારે સર્વથા ઈચ્છા કરી નહીં અને વિશેષમાં તેણે જણાવ્યું.
આ સંબંધીની વાત કેઈએ પણ મારી આગળ કરવી નહી.
આ પ્રમાણે કનકરથને આગ્રહ જાણુને રાજાએ નાગરિકેને કહ્યું.
ભાઈએ ! અમે મધુર વચને વડે કુમારને ઘણે સમજાવ્યા, પરંતુ તે પિતાને આગ્રહ છેડતા નથી અને એને દંડ કરવા પણ અમે શક્તિમાન નથી. તે હવે આ. એક અપરાધ અમારા કુમારને તમે દરગુજર કરે.