________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૩ એ પ્રમાણે તેણએ કહીને પોતાને મુક્તાવલી હાર પ્રવ્રાજકાને આપી દીધું.
ત્યાર પછી ત્યાંથી નીકળી તેણીએ કુમારની આગળ આવી આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે સાંભળી કુમાર પણ બહુ ખુશી થયે અને પિતાના પુરૂષ પાસે સુલોચનાને મંગાવી પિતાના અંતઃપુરમાં દાખલ કરી.
અહો! કામી પુરૂષની પૃષ્ટતાને ધિક્કાર છે, જેણે કામને આધીન થઈ લોકાપવાદને પણ ગણે નહીં તેમજ પોતાની કુલમર્યાદા પણ સાચવી નહી.
“કામી પુરૂષને કાર્ય અને અકાર્યને સર્વથા વિચાર રહેતું નથી.” કહ્યું છે કે –
કમલસમાન નેત્રવાળી દેવાંગનાઓ શું નહતી? જેથી સ્વર્ગપતિ ઈદ્ર અહલ્યા નામની તાપસીને સેવ હતે, એમાં કારણ માત્ર એટલું જ છે કે; હૃદયરૂપી ઘાસની ઝુંપડીમાં કામાગ્નિને પ્રાદુર્ભાવ થયે છતે, પંડિત હોય તે પણ શું ઉચિત કે અનુચિતને ખ્યાલ કરી શકે છે? અર્થાત્ નથી કરતો. રાજશિક્ષા
સુલોચનાની આ વાત લોકોના જાણવામાં આવી એટલે નાગરિકે એકઠા થયા અને તેમણે વિચાર કર્યો,
રાજકુમાર કામાંધ થઈ આવા જુલ્મ કરે તે ઠીક
** કામાંધ થઈ અને તેમણે વિમા આવી