________________
J૧૧/૧
૩૧૨
સુરસુંદરી ચરિત્ર યુક્તિપૂર્વક, તેવી રીતે તેણીએ વાત કરી કે પિતાના હૃદયમાં રહેલા સત્ય વિચારને જલદી તે પ્રગટ કરે.
હે પુત્રી ! હાલમાં ઉદ્વિગ્નની માફક તું કેમ દેખાય છે? તારે તેનું કામ છે? તું શા માટે ચિંતા કરે છે?
કારણ કે, પિતાની મંત્રશક્તિ વડે અતિ દુર્લભ એવા પુરૂષને પણ ક્ષણ માત્રમાં હું તને લાવી આપીશ.
એમ સાંભળી સુચના બોલી.
હે ભગવતિ ! મારું હૃદય અતિ દુર્લભ એવા જનની ઈચ્છા કરે છે. જેમ નિર્ભાગ્ય-રંક પુરૂષ ચક્રવર્તીના ભજન નની ઈચ્છા કરે તેમજ નિર્લજ થયેલી કુતરી જેમ સિંહની સાથે સંગમની ઈચ્છા કરે,
તેમ હે ભગવતિ! હું કનકરથ કુમારના સંગની ઈરછા કરું છું.
પરિવ્રાજિકા બેલી. હે પુત્રી ! મંત્રના બળવડે એને પણું હું અહીં લાવીશ. જ્યાં મારે મંત્ર ફરે છે, ત્યાં એ કેણ માત્ર છે ?
હે પુત્રી ! આ બાબતમાં તું ખેદ કરીશ નહીં. કુમારની સાથે તારે જલદી સંગ થાય, તેવી રીતે હું મંત્રનો જાપ કરીશ.
તે સાંભળી સુલોચના બેલી. હે ભગવતિ! જેવી રીતે લેકમાં મારી કઈ વાતે લઘુતા ન થાય તેવી રીતે તમારે આ કામ કરવું.