________________
૩૧૦ ,
સુરસુંદરી ચરિત્ર કેઈક ઉચ્ચ સ્વરે ઉલ્લાપ કરે છે.
વળી લીલાવડે ચંચલ છે ગ્રીવા જેની એવો તે કુમાર ચાલતો ચાલતે જે તરફ દૃષ્ટિ કરે છે, તે તરફની પૌરાંગનાઓને સૌભાગ્ય મહોત્સવ વૃદ્ધિ પામે છે.
એ પ્રમાણે કામાતુર થયેલી પીરાંગનાઓની સુકમલ દૃષ્ટિથી નિરીક્ષણ કરાતે તે કુમાર અનુક્રમે સાગરદત્ત શ્રેષ્ઠીના ઘરની નજીકમાં જઈ પહોંચો.
તેટલામાં તેને જોવા માટે તૈયાર થઈ બેઠેલી સુલેચનાની દષ્ટિગોચર તે થયો. તેમજ તે કુમારની દૃષ્ટિ પણ તેણીની ઉપર પડી.
તે સમયે કાજલથી વ્યાપ્ત એવાં સુલોચનાનાં નેત્ર નિગ્ધ અને વિશાલતાથી બહુ મનોહર શોભાને આપતાં હતાં.
પૂર્વભવના અભ્યાસને લીધે એકબીજાના દર્શનથી તે બંનેને અનુરાગ ક્ષણમાત્રમાં બહુ વધી ગયો.
બાદ સુલોચનાના રૂપવડે હરણ કરાયું છે હૃદય જેનું, એ અને ઘેડા ઉપર બેઠેલો તે કુમાર તરત જ ત્યાંથી નીકળી ગયે, પરંતુ તેનું ચિત્ત તે સુચનાની પાસે જ રહ્યું.
માર્ગમાં ચાલતાં ચાલતાં એણે પોતાના બાલમિત્ર સુમતિને પૂછયું.
હે મિત્ર! હસ્તમાં દર્પણ લઈ જવા માટે ઉભેલી તે યુવતી કેની છે?