________________
૨૬૨
સુરસુંદરી ચરિત્ર દિવ્યવિદ્યાઓને પ્રાદુર્ભાવ
વિવિધ પ્રકારના અલંકારોથી વિભૂષિત, પિતપોતાનાં નામ વાળાં વિચિત્ર પ્રકારનાં ચિહના સમૂહ વડે વિરાજીત, વિવિધ પ્રકારનાં સુંદર વાહને ઉપર બેઠેલી, નાનાપ્રકારનાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત, પરસ્પર વર્ણોની દેદીપ્યમાન કાંતિને લીધે સમાનરૂપને ધારણ કરતી, એવી વિવિધ પ્રકારની સ્ત્રીઓ પ્રગટ થઈ અને બેલી,
હે કુમારે! અમે વિદ્યાઓ છીએ. તારું ધર્ય જોઈ અમે તને સિદ્ધ થએલી છીએ.
એ પ્રમાણે તેમનું વચન સાંભળી મારા હૃદયમાં બહુ જ હર્ષ થયે. બાદ મેં આનંદપૂર્વક તેમનું અર્ધાદિક પૂજન કર્યું અને જેમને જે ઉચિત હતું, તે પ્રમાણે તેઓનું મેં સન્માન કર્યું. ચિત્રવેગનું આગમન
ત્યારપછી મને વિદ્યાઓ સિદ્ધ થઈ છે, તે વાત જાણીને મારા પિતા સુભટ મંડળ સાથે મેટા આડંબર સહિત વાત્ર, ગીત, વાદ્ય અને નૃત્ય વગેરેની બહુ પ્રકારની સામગ્રી સાથે લઈને તેઓ અષ્ટાત્વિક મહોત્સવ માટે અનેક પ્રકારનાં પૂજાનાં સાધને ગ્રહણ કરી વૈતાઢય પર્વતમાંથી ત્યાં આવ્યા.
પછી તેમણે શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં બહુ ભક્તિપૂર્વક મોટો મહત્સવ કરાવ્યા. તેમજ યત્ન પૂર્વક સર્વ વિદ્યાઓનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.