________________
૨૭૭
સુરસુંદરી ચરિત્ર નમાં હું પહોંચે, તેટલામાં અકસ્માત ત્યાં રહેલા એક વૈતાલ મારા જેવામાં આવ્યો,
તાલ વૃક્ષના સરખી લાંબી જેની જ ઘાઓ છે, મણી પુંજ અને મહિષ સમાન શ્યામ છે શરીર જેનું. જેના હાથેનું બંધારણ બહુ લાબુ અને પુષ્ટ છે.
જેના દાંત મુખની બહાર નીકળેલા છે. ઉંટની માફક જેના હોઠની સ્થિતિ ભયંકર દેખાય છે. વળી જેનાં ચક્ષુઓ ખદ્યોતની માફક ચકચકે છે. જેના મુખની બહાર જીવહાઓ લપલપે છે.
બહુ જાડી અને ચપટી છે નાસિકા જેની, બહુ સંતાપને વિસ્તારતો વારંવાર પિતાની ભુજાઓ વડે આશ્લેટન કરતે, તેમજ ખડખડાટ હાસ્ય વડે અતિશય ગર્જના કરતો અને પ્રલયકાલના મેઘસમાન હક્કાર વડે નભસ્તલને વાચાલિત કરતે, એવે તે વૈતાલ છે.
રે! રે! દુરાશય! પ્રથમ તે મને સ્ત્રીના અપહારથી બહુ દુઃખ દીધેલું છે. તે વૈરને બદલે આ સમયે હું લીધા વિના રહેવાને નથી.
હવે મારી દષ્ટિગોચર થયેલો તું કયાં જઈશ ?
રે વૈરી ! બાલ અવસ્થામાં કઈ કારણ આવી મળવાથી તું જીવતે રહેલું છે, પરંતુ હાલમાં ભયંકર સમુદ્રમાં નાખેલ જીવવાને નથી.
એમ કહીને તે બૈતાલ તરત જ અદ્રશ્ય થઈ ગયા. હું પણ આકાશમાંથી એકદમ ધસી સમુદ્રમાં પડી ગયે.