________________
૨૮૮
સુરસુંદરી ચરિત્ર હે નાથ ! માત્ર દર્શનથી પણ તમેએ નેહને. પ્રકર્ષ બતાવ્યું, કારણ કે શત્રુંજય રાજાએ રાકેલા. મારા પિતાને આપે મુક્ત કર્યા.
હે નાથ ! જે દેવ મને હરી ગયા હતા, તેજ દેવે આપની વિદ્યાઓને અપહાર કર્યો છે.
વળી હે પ્રિયવલ્લભ ! સમુદ્રની અંદર યાનપાત્રને ભંગ થવાથી આપની કેવી સ્થિતિ થઈ હશે?
હા ! નાથ! આ પ્રમાણે હતવિધિ વિપરીત કાર્ય કરે છે, તે મંદ ભાગ્યવાળી હું ચંદ્રના કિરણ સમાન નિર્મળ એવું આપનું મુખારવિંદ કયારે દેખીશ?
આ દુનિયામાં સ્ત્રીઓને નેહ અસ્થિર હોય છે, એવા પ્રકારને આ લોકપ્રવાદ સત્ય છે. કારણ કે, આવું અનિષ્ટ વૃત્તાંત સાંભળીને હજુ સુધી હું પાપિણું જીવું છું. સુરસુંદરીની મૂઈ 1 ઈત્યાદિક ચિંતવન કરતી હું બહુ શેકના આઘાતથી નિચેતન થઈ ગઈ અને પાસ બેઠેલી કમલાવતી દેવીને મેળામાં મૂછ વડે હું પડી ગઈ.
સંભવિત પુત્રના વિયોગથી શકાતુર થયેલી કમલાવતી દેવી પણ પિતાના નેત્રમાંથી અશ્રુ જળની ધારાએ વરસાવવા લાગી અને રૂદ્ધકઠે વિલાપ કરવા લાગી,
હા પુત્ર! તે સમયે અરણ્યમાં મારા ખેળામાંથી જાત માત્રને તારો કેઈ અપહાર કરી ગયે, હાલમાં