________________
૩૦૫
સુરસુંદરી ચરિત્ર મહણુપત્ની સરસ્વતી
હવે મહણ વણિકની સ્ત્રી સરસ્વતી પોતાના કાર્યમાં દક્ષ અને બહુ રૂપવતી હતી. તેણના સ્વરૂપમાં મોહિત થયેલ મેહિલ નામે એક વણિક તેની પ્રાર્થના કરવા લાગ્યો.
તે વાત સરસ્વતીએ પોતાના સ્વામીની આગળ યથાસ્થિત નિવેદન કરી.
પછી મહણ વણિક રાજાની પાસે ગયા અને તે સર્વ વૃત્તાંત તેણે રાજાની આગળ નિવેદન કર્યું.
રાજાએ તરત જ મેહિલને બેલાવીને તેનું સર્વ દ્રવ્ય પિતાને સ્વાધીન કરી તેને દેશ પાર કર્યો.
હવે મંડણુ, મહણ અને ચંદણુ એ ત્રણેભાઈએ બહુ પૂર્વલાખ વર્ષ સુધી પોતાનું આયુષ પાળીને કાળ કરી મનુષ્યભવનાં આયુષ બાંધીને આ ક્ષેત્રમાં ઉત્પન્ન થયા. કનકરથકુમાર
આ જબૂદ્વીપમાં અરવતક્ષેત્રની અંદર આર્યદેશમાં મેખલાવતી નામે વિશાળ નગરી છે. તેમાં ભીમરથ નામે રાજા રાજ્ય કરે છે. કુસુમાવલી નામે તેની રાણી છે,
તેણુની કુક્ષિએ મંડણ વણિક પુત્રપણે ઉત્પન્ન થયે
તેનું રૂપ દેવકુમાર સમાન છે અને નેત્ર વિશાલ છે. ભાગ–૨/૨૦