________________
૩૦ ૩
સુરસુંદરી ચરિત્ર અમરકેતુને પ્રશ્ન | હે મુનીંદ્ર! તે અટવીની અંદર જન્મતાની સાથે જ કમલાવતીના પુત્રને કણ હરી ગયા હશે ? અને એની સાથે પૂર્વભવમાં એણે શું વૈર કર્યું હશે ? કેજેનું મરણ કરી તે દુષ્ટ આ અકૃત્ય કર્યું.
હે ભગવન્! તે કુમાર કયાં રહીને મોટે થયો હશે? વળી તે અમને ક્યારે મળશે? હે ભગવન્! કૃપા કરી વિસ્તાર સહિત આ પ્રશ્નને ખુલાસે અમને આપ સંભળાવે.
આ વૃત્તાંત કહેવાથી ઘણા લેકેને ઉપકાર થશે, એમ જાણી શ્રી કેવલીભગવાન બાલ્યા. | હે નરેંદ્ર! તારા પ્રશ્નની હકીકત કહું છું, તે તું સાવધાન થઈ શ્રવણ કર.
ઘાતકીખંડ દ્વીપમાં પશ્ચિમાઈ ભરતક્ષેત્ર છે, તેની અંદર બહુ પ્રાચીન અવરકકે નામે નગરી છે. - તે નગરમાં અંબડ નામે વણિક રહે છે. તેની અક્ષુબ્ધા નામે ભાર્યા છે. તેણીને ઉત્કૃષ્ટ રૂપવાળા મંડણ, મલહણ અને ચંદણ નામે ત્રણ પુત્રો થયા. તેઓને અનુક્રમે ઉત્તમ રૂપવાળી લી, સરસવતી અને સંપદા નામે સ્ત્રીઓ હતી.
વળી તે ભાઈએ સ્વાભાવથી જ ક્ષીણુ કષાયવાળા હતા, તેમજ પાયર એક બીજાની ઉપર બહુ પ્રેમાળ હતા, વળી દાન
જ રામવાળા અને સંતોષી જેના તે વેજિમોના નામો થી વ્યતીત થતા હતા.