________________
૩૦૨
m
ani
સુરસુંદરી ચરિત્ર ક્ષતિ, માવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્કિચનતા અને બ્રહ્મચર્ય, એ દશે પ્રકારના યતિધર્મનું નિરંતર પાલન કરવું.
મુનિઓની સાથે હંમેશાં નિવાસ કરવો. આ કુશીલ પુરૂષને કઈ દિવસ સંસર્ગ કરવો નહીં.
મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રકારના પ્રમાદને પ્રયત્નવડે પરિહાર કરે. અન્યથા -તેઓનું સેવન કરવાથી તે પાંચે પ્રમાદ જીવને પુનઃ પુનઃ સંસારમાં પાડે છે.
વળી અધિક શું કહેવું? દુર્બલ બુદ્ધિવાળા મનુષ્યના મનને તાપ કરનાર એવા અઢાર હજાર શીલાંગભારને જીવે ત્યાં સુધી મુનિઓને વહન કરવાનું છે, - હે નરનાથ! પાલન કરાતે એ યતિધર્મ સ્વ૫ સમયમાં મેક્ષસ્થાનમાં લઈ જાય છે. તેમજ શ્રાવકધર્મ પણ ઘણુ કાળે મોક્ષસુખ આપે છે. - તે શ્રાવકધર્મ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત, એમ બાર પ્રકારને કહેલો છે.
એ પ્રમાણે વિસ્તાર પૂર્વક બંને પ્રકારના ધર્મની -વ્યાખ્યા આચાર્ય મહારાજે કહી.
અવસરના જ્ઞાતા એવા શ્રી અમરકેતુ રાજાએ પ્રસ્તાવ જાણી કેવલીભગવાનને પૂછયું.