________________
૩૦૦
સુરસુંદરો ચરિત્ર ઉપસર્ગોની સહનશીલતા, એ છ આંતરિકત૫. એમ બંને મળી બાર પ્રકારના તપવડે નિર્જરા કહેલી છે.
અથવા કનકાવલી આદિના ભેદથી અનેક પ્રકારનાં તપ હોય છે.
પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશબંધ, એ ભેદથી ચાર પ્રકારને બંધ કહે છે. '
વળી આઠ પ્રકારના કર્મને વિનાશ, તેને શાશ્વત મિક્ષ કહેલ છે.
એ સર્વ તનું શ્રદ્ધાન, અરિહંત ભગવાનદેવ, સમ્યફ ચારિત્રધારી સાધુઓ ગુરુ.
એ પ્રમાણેના વિજ્ઞાનનું કારણભૂત સમ્યક્ત્વ હોય છે, એમ જાણવું.
મન, વચન અને કાયાના યોગો વડે સાવદ્ય ગોને ત્યાગ કરવો, તેને યતિધર્મ કહ્યો છે.
તે યતિધર્મ મંદબુદ્ધિવાળા પ્રાણીઓને દુઃખે કરી આચરવા લાયક થાય છે. કારણકે જે યતિધર્મને વિષે પૃથિવ્યાદિક છ એ પ્રકારના જીવોની દયા પાળવામાં આવે છે.
તેમજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવું સત્ય વચન બાલવું.
અશુદ્ધ ચિત્તવડે તૃણ માત્ર પણ અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહીં.
હમેશાં નવગુપ્તિ (વાડ) સહિત બ્રહ્મચર્યવ્રત પાળવું.