________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૯ અજીવતવના કેટલા ભેદ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ, એમ ત્રણ ભેદે ગુણવાથી નવભેદ તેમજ દશમો સમયકાલ, વળી સ્કંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ એ ચાર પુદગલ દ્રવ્યના ભેદ ઉમેરવાથી અજીવતત્વના ચૌદ (૧૪) ભેદ થાય છે.
પુણ્યતવના કેટલા ભેદ? સાતવેદનીય, ઉચ્ચગોત્ર, સાડત્રીશ નામકર્મની શુભ પ્રકૃતિઓ અને આયુષકર્મની ત્રણ શુભ પ્રકૃતિયા મળીને કુલ બેતાળીસ (૪૨) ભેદ જાણવા.
- જ્ઞાનાવરણય કર્મના પાંચ અને અંતરાયકર્મના પાંચ, દર્શનાવરણીયકર્મના નવ, મેહનીયકર્મના છત્રીશ,. નામકર્મને ચેતવીશ (૨૪) અસતાવેદનીય, નીચગેત્ર અને અશુભઆયુષ એ એકંદર મળીને ખ્યાશી (૮૨) ભેદ પાપતાવના જાણવા.
પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચ અવત, પચ્ચીશ ક્રિયાઓ અને ત્રણગ મળી, આ સંસારમાં બેતાળીશ (૪૨) ભેદ આસ્રવતવના જાણવા.
પાંચ સમિતિ, ત્રણગુપ્તિ, યતિધર્મના દશભેદ, બાર-- પ્રકારની ભાવના, બાવીશ પરિસહ અને પાંચચારિત્ર મળી. સત્તાવન (૫૭) ભેદ સંવરતવના કહેલા છે.
અનશન, ઉદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા (અંગોપાંગાદિક અવયને કાબુ) એ છ બાહાતપ.
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને