________________
૨૯૮
સુરસુંદરી ચરિત્ર પોતાના વ્યવન (મરણ) સમયમાં દેવેને પણ ઘણું દુઃખ થાય છે.
ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં. પરિભ્રમણ કરતા છએ અનંતવાર જે સ્થાન પ્રાપ્ત ન. કર્યું હોય, તેવું કઈપણ સ્થાન નથી. | સર્વત્ર પણ જનધર્મથી રહિત એવા બહુ દુઃખી થાય છે.
માટે હે દેવાનુપ્રિય મહાશ! શ્રીજિનેન્દ્રભગવાને કહેલા ધર્મનું આરાધન તમે કરો.
વળી તે ધર્મ બે પ્રકારને કહ્યો છે, એક તે. મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ.
એ બંને પ્રકારના ધર્મનું મૂળ કારણ શું છે?
સમગ્ર ગુણે જેમાં રહેલા છે, એવું સમ્યત્વવ્રત. સમ્યક્ત્વ એટલે શું?
શુભ પરિણામરૂપ તત્વાર્થની શ્રદ્ધા કરવી. તત્વ એટલે શું? જીવાદિ પદાર્થોને તવ જાણવાં..
તો કેટલાં છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તો જાણવાં.
જીવતત્વના કેટલા ભેદ છે? સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિય, બેઈન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, અસંજ્ઞી પંચે ક્રિયા અને સંજ્ઞી પંચેન્દ્રિય, એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બંને પ્રકારના મળીને ચૌદ ભેદ હોય છે.