________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૭, તેમજ દ્રવ્યની આજ્ઞા વડે તે દીન પુરૂષે રાત્રી દિવસને ગણતા નથી.
બહુ વિષમ એવા અત્યંત દૂર દેશમાં પણ ચાલ્યા જાય છે.
અતિકઠિન એવાં ગુહાદિકના વિવર (છિદ્રો)માં પ્રવેશ કરે છે અને સમુદ્રને ઉલ્લંઘન કરે છે. - તેમજ લોભારૂપી ગ્રહથી ગ્રસિત થયેલા મનુષ્યો ધનપ્રાપ્તિની ઈચ્છા વડે દુઃખને ગણતા નથી.
ચળકતા અનેક ભાલાએથી વ્યાપ્ત એવા ભયંકર સંગ્રામમાં પણ પ્રવેશ કરે છે.
વળી ઈષ્ટજના વિયોગથી અને અનિષ્ટની પ્રાપ્તિથી તેમજ વિવિધ પ્રકારની આપત્તિઓથી જે દુઃખ થાય છે, તેનું વર્ણન કરવા તે કેણ સમર્થ થાય ?
અનેક પ્રકારના રોગાદિક વ્યાધિઓ વડે પીડાતા જીવ બલકુલ નિવૃત્તિને પામતા નથી.'
ત્યાર પછી વૃદ્ધત્વાદિક દુરવસ્થાને પ્રાપ્ત થાય છે. પછી તેઓ બહુ દુઃખી થઈને મરણ પામે છે.
વળી જે કઈ પણ પ્રકારે તેઓ દેવપણાને પામે છે, તે તે દેવભવમાં પણ ઈર્ષ્યા, ખેદ, ભય, શોક, લેભ, સંતાપ અને ચિંતા વડે બહુ દુઃખ થાય છે.
પર સમૃદ્ધિને જોતા એવા કેટલાક દે પિતાના સ્વામી વડે આજ્ઞા કરાયેલા ભૂત્યાની માફક દુઃખને અનુભવે છે.