________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૫ લાંબા અને તીક્ષણ કાંટાઓથી વ્યાપ્ત એવી શાલ્મલી (સેંભળ) વૃક્ષની ગાઢ શાખાઓના મધ્યભાગમાં તેવા અધમી જીવોને સ્થાપન કરીને વારંવાર દોરડાઓ વડે તાણ બાંધે છે.
તેમજ નિર્દય છે મન જેમનું એવા તે પરમાધામિકદેવો કડકડતી એવી કુંભીઓ (તેલની કઢાઈઓ)ને વિષે તે જેને ઉકાળે છે. - તેમજ તૃષાની બૂમ પાડતા તે અધમીઓને ઉકળતું , ત્રાંબુ પાય છે.
જ્યારે ક્ષુધા લાગે છે, ત્યારે અનાથ એવા તે નારકીઓના સુખમાં તેમના શરીરમાંથી કાપેલા માંસને અગ્નિસમાન તપાવીને ફેંકે છે.
હા! હા! માતા ! એ પ્રકારે રટણ કરતા તે દીન જીને પરૂ, ચરબી અને રૂધિરથી પૂર્ણ ભરેલી વૈતરણ નદી બનાવીને તેની અંદર ચલાવે છે.
છાયાની ઈરછાવાળા તે જીને અસિપત્ર–તરવારની ધારાસમાન પત્રોના વનમાં ગમન કરાવે છે,
તેની અસહ્ય પીડાને લીધે તેઓ બહુ વિલાપ કરે છે, ત્યારે ખગ, તેમર અને ભાલારૂપ તીક્ષણ શસ્ત્રો વડે તેમને છેદે છે.
તે સમયે અમારું રક્ષણ કરો ? અમે આપને શરણે આવ્યા છીએ એ પ્રમાણે તેમની પ્રાર્થના સાંભળીને