________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૩ તેમજ જન સિદ્ધાંતના શ્રવણથી રહિત એવા તે મનુષ્ય કાર્ય અને કાર્ય વિગેરેની વ્યવસ્થાને જાણતા નથી. ભય, અભક્ષ્ય, પેય અને અપેયાદિકને પણ તેઓ ઓળખી શકતા નથી.
વિષયોમાં આસક્ત થયેલા તે નિમર્યાદા પુરૂષે ગમ્ય અને અગમ્યના વિભાગને બીલકુલ ગણતા નથી;
ધાર્મિક લોક હિતને માટે તેઓને ઉપદેશ આપે છે, ત્યારે તેઓ કહે છે કે, તમે લોકે મૂઢ છે. ધૂર્ત લોકેએ ધર્મને બહાને તમને છેતર્યા છે. કારણ કે, - આ દુનિયામાં સુખ દુઃખને ભકતા અથવા અમૂર્ત
જે પરલોકમાં જાય, તે કઈપણ જીવ છે જ નહીં. છે અને જયારે જીવનો અભાવ છે? તો આ જગતમાં હિંસાદિક કરેલું પાપ કોને થાય છે? માટે ભાઈઓ ! નકામા આવા ધર્મના ઢગને તમે લઈ પડયા છે, છતાં બીજાઓને શા માટે હેરાન કરવા આવે છે ?
તેમજ અન્યત્ર પણ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તે તરફ લગાર લક્ષ્ય આપે.
શયનને માટે સુકેમલ શમ્યા, પ્રભાતમાં ઉઠીને પિચ વસ્તુને ઉપગ, મધ્યાહ્ન સમયમાં ઉત્તમ પ્રકારનું ભોજન, અપરાન્ત કાળમાં દુગ્ધાદિકનું પાન, બાદ દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિના સમયે શર્કરાસેવન વિગેરે પદાર્થોનું યથાર્થ સેવન કરવાથી અંત સમયે મોક્ષગતિ પ્રાપ્ત થાય છે એમ શાકયસિંહનું કહેવું છે.