________________
૨૯૬
સુરસુંદરી ચરિત્ર પરમાઘામિક દેવતાઓ તેમના પૂર્વભવનું વૃત્તાંત સ્મરણ કરાવીને ખૂબ મારે છે.
વળી અધિક શું કહેવું ? નરકસ્થાનમાં રાત્રી દિવસ પકાતા એવા નારકીઓને નિમેષમાત્ર પણ સુખ નથી, પરંતુ હમેશાં દુઃખ જ હોય છે.
એ પ્રમાણે બહુ સમય સુધી દારૂણ દુઃખ અનુભવીને છેવટે મહાકષ્ટ વડે ત્યાંથી નીકળીને પણ તે નારક તિર્યંચની નિઓમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં પણ સુધા, તૃષા, તાપ, શીત, વધ, બંધ અને રોગોની વેદનાઓ વડે બહુ દુઃખી થાય છે. તેમજ ભારારોપણ, નાથ દમન, અંકુશ અને તેત્ર (પરોણા) આદિને ઘણો માર સહન કરવો પડે છે.
પરસ્પર એક બીજાનું ભક્ષણ અને તાડનાદિક અનેક પ્રકારનાં દુઃખે વિવિધ પ્રકારની યોનિઓમાં વારંવાર બહુ વખત તેમને ભેગવવાં પડે છે. - ત્યાર પછી જે કઈપણ પુણ્યને ઉદય હોય તે મહામુસીબતે તે જ દુર્લભ એવા મનુષ્યભવને પામે છે.
તે મનુષ્યભવમાં પણ શારીરિક અને માનસિક વિવિધ પ્રકારનાં દુઃખ ઉત્પન્ન થાય છે.
" વળી દારિદ્રરૂપી મોટા મુદગરના મારવડે દુઃખી થયેલા પ્રાણીઓ લેશમાત્ર કુત્સિત અન મેળવવાની ઈચ્છાથી નીચ એવા પણ અન્યજની આજ્ઞામાં રહે છે.