________________
૨૯૪
સુરસુંદરી ચરિત્ર માટે ભાઈઓ ! અમારી આગળ તમારે ઉપદેશ કરવાની જરૂર નથી.
આ પ્રમાણે વિપરીત પરિણામવાળા અને જૈનધર્મમાં વિમૂઢ એવા તેઓ નિયપણે જીવઘાત કરે છે,
જૂઠું બોલવામાં બીલકુલ અચકાતા નથી, અદત્ત વસ્તુને ગ્રહણ કરે છે, પરસ્ત્રી પ્રત્યે ગમન કરે છે.
બહુ પ્રકારના પરિગ્રહ કરવામાં હંમેશાં ઉઘુક્ત રહે છે, રાગ અને દ્વેષ વડે તેઓની બુદ્ધિ વિમૂઢ થઈ જાય છે,
રાત્રીભેજન તથા માંસમાં રક્ત હોય છે, મધુ અને મદ્યપાનમાં નિરંતર લુબ્ધ થાય છે,
ક્રોધ, મદ, માયા અને લેભને આધીન થઈ બહુ પીડા પામે છે,
વળી ફિલષ્ટ છે પરિણામ જેમને એવા તે અવિરત મિથ્યાદષ્ટિએ અતિદારૂણ એવાં ફિલકર્મો ઉપાર્જન કરે છે.
વળી તે દારૂણકર્મોને વશ થયેલા તેઓ કાળ કરીને ઘર નરકસ્થાનેમાં પડે છે. - નિરંતર ગાઢ અંધકારથી આવૃત તેમજ તીવ્ર એવા તાપ અને ઠંડકથી વ્યાપ્ત એવાં તે નરક સ્થાનમાં ઉત્પન્ન થયેલા તે જીને કરૂણસ્વરે રૂદન કરતાં જેઈને પરમાધામિક દે તીક્ષણ કરવત તથા તેજસ્વી કુહાડા વડે સેંકડે પ્રકારે છિન્ન ભિન્ન ટુકડા કરે છે.