________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૧ તે સમયે સભામાં બેઠેલા લોકે આ શું છે? આ શું છે? એમ બોલવા લાગ્યા, તેટલામાં હર્ષથી વ્યગ્ર થયેલ સમતભદ્ર ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો.
હે નરાધીશ ! આ નગરની ઈશાન દિશામાં કુસુમાકર ઉદ્યાનની અંદર મુનિજનને ઉતરવા લાયક સ્થાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે.
જેમની સેવામાં અનેક મુનિઓ રહેલા છે, સર્વ શાસ્ત્રાર્થોના સવિસ્તર વિધિમાં જેએ બહુ જ પ્રવીણ છે;
તેમજ પરવારીના સમુદાયરૂપી હાથીઓને પરાજય કરવામાં કેસરી સમાન છે,
વિવિધ પ્રકારની તપશ્ચર્યાના વિધાનમાં અતિશય રાગવાળા છે, વિશુદ્ધ ચારિત્ર અને સંયમ વડે યુક્ત છે.
અને જેઓ પરેપકારમાં એક રસિક છે.
તેમજ નાશ થયાં છે ઘાતિકર્મ જેમનાં એવા તે આચાર્યને હાલમાં અપ્રતિપાતિ એવું શ્રી કેવલજ્ઞાન પ્રગટ થયું છે. .
. .
. માટે હે દેવ! તે કેવલજ્ઞાનને મહત્સવ કરવા માટે દે આવેલા છે.
એ પ્રમાણે સમંતભદ્રનું વાત સાંભળી રાવનું હદય બહુ આનંદથી ભરાઈ ગયું અને સૂરીશ્વરને વાંદવા જવા માટે તૈયાર થયો.