________________
૨૯૦
સુરસુંદરી ચરિત્ર પડી હતી, તે વિગેરે તેણીનું સર્વ વૃત્તાંત ધનદેવની આગળ નિવેદન કર્યું. - તે સાંભળીને તરત જ ધનદેવને સુમતિ નૈમિત્તિકનું વચન યાદ આવ્યું.
ત્યાર પછી તે બોલ્યો, હે નરેંદ્ર! તમે શા માટે ઉદ્ગવિગ્ન થાઓ છે ? તેમજ હે દેવી! તમારે પણ વિલાપ કરવાનું શું કારણ છે?
શું તે સુમતિ નૈમિત્તિકે કહેલું વચન તમે ભૂલી ગયાં ? કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી કન્યા પડશે, ત્યારપછી થોડા દિવસમાં પિતાના પુત્ર સાથે તમારો સમાગમ થશે, એમ સુમતિએ કહેલું છે. માટે તમે ઉતાવળ કરશે નહીં. હાલમાં તે આપને મળશે, એમાં કઈ પ્રકારનો સંદેહ નથી. કારણ કે તે સુમતિ નૈમિત્તિક યથાર્થવાદી છે, તેના ઘણુ પરચા અમારા જેવામાં આવેલા છે. માટે વહાણના ભાગવાથી પણ તમારે તે સંબંધી બીલકુલ શેક કરે નહીં. સુપ્રતિક સૂરિ
એ પ્રમાણે ધનદેવ વણિક ઉચિત વચનો વડે રાજાને શાંત કરતો હતો, તેટલામાં એકદમ ત્યાં દુંદુભિનાં નાદ ઉછળવા લાગ્યા. નગરની બહાર આકાશમાંથી ઉતરતા
દેખાવા લાગ્યા, તેમજ દેવાંગનાઓના ગીત ધ્વનિ સહિત જય જય શબ્દ સંભળાવા લાગ્યા,