________________
૨૮૯
સુરસુંદરી ચરિત્ર મારા દુષ્કૃત્યને લીધે તારું દર્શન થયું નથી, માટે તું ક્યારે દર્શન આપીશ? અને તું ક્યાં ગયો છે ?
હે પુત્ર! જેણીને તારા મુખ કમળનું દર્શન થયું, તે આ બાળાને ધન્યવાદ ઘટે છે.
હા! હા! હું અધન્ય છું. કારણ કે, પુત્ર થયે છતાં પણ મને તે દર્શન થયું નહીં, વળી યૌવન વયને પ્રાપ્ત થયેલો તે કુમાર હસ્તિનાપુરમાં મળશે, એ પ્રમાણે પ્રથમ કુલપતિએ કહેલું વચન શું વૃથા થશે?
એ પ્રમાણે વિલાપ કરતી કમલાવતી દેવી બહુ શકાતુર થઈ ગઈ.
અમરકેતુ રાજા - કમલાવતીના દીનતા ભરેલા વિલાપ સાંભળી પુત્રના શેકથી ઘેરાઈ ગયાં છે અંગે જેનાં અને હસ્તતલમાં સ્થાપન કર્યું છે નિસ્તેજ મુખ જેણે એવો શ્રી અમરકેતુ રાજા પણ તેમાંથી અશ્રુજલ વરસાવવા લાગ્યા.
તે સમયે પોતાના હૃદયમાં શંકા થવાથી ધનદેવે સરસંઘરીને પવન નાખતી એવી હસિકા નામની વિલાસિનીને પૂછયું.
મૂછથી મીંચાઈ ગયાં છે નેત્રો જેનાં, એવી અજાણ રૂપવાળી આ કન્યા કેણ છે?
- તે સાંભળી હંસિકાએ પણ આકાશમાંથી ઉદ્યાનમાં ભાગ-૨/૧૯