________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૭ સહિત દીવ્ય વિમાનમાં બેસારીને હસ્તિનાપુરમાં લઈ જઉં અને ત્યાં ગયા બાદ હે મહાભાગ! તારો મને રથ પણ પૂર્ણ થશે, તે પ્રમાણે દેવનો આગ્રહ જાણુને મેં કહ્યું,
ભલે આપની ઈચ્છા હોય તે એમ કરો. બાદ તે દેવતાએ જલદી દીવ્ય વિમાન વિમુવીને ઘણાં રત્ન સહિત મને વિમાનમાં બેસારી દીધે.
હેનરેંદ્ર! તે દ્વીપમાં રહેલાં અનેક પ્રકારનાં ઉત્તમ રત્નોનો સમૂહ આદર સહિત આપીને શિવકદેવે પોતે જ મને દિવ્ય વિમાનમાં બેસાર્યો અને ક્ષણમાત્રમાં તે મને હસ્તિનાપુરમાં લાવ્યા. સુરસુંદરીને પશ્ચાતાપ
ધનદેવ વણિક અમરકેતુ રાજાની સમક્ષ સર્વ વૃત્તાંત કહેતે હતા, તે સમયે ત્યાં બેઠેલી સુરસુંદરી પણ તે વાત સાંભળી બહુ જ શોકાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી.
હા ! કેવલ દુઃખના નિવાસભૂત અને વજથી ઘડેલા આ મારા હૃદયને ધિક્કાર છે કે, જે અશ્રાવ્ય વાર્તા સાંભળીને પણ સેંકડો ટુકડા થઈ જતા નથી.
તેમજ મનેવલભના વહાણના ભંગ રૂપી અનિષ્ટને સાંભળીને દુઃખમય એવા આ પ્રાણાને ધારણ કરવાથી હાલમાં કંઈ પ્રયોજન નથી.