________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૫ એ પ્રમાણે નિયમસહિત સમ્યકત્વવ્રત આપીને સંસારસાગર ઉતરવા નાવસમાન એવા નવકારમંત્રનું અત્યંત પ્રેમપૂર્વક જેને સ્મરણ કરાવ્યું હતું, તેજ હું દેવશર્માને જીવ છું.
હે સુભગ ! તે નવકારમંત્રના પ્રભાવથી સામાનિક દેવતાઓ જેના ચરણકમલમાં નમન કરે છે, એ હું વેલધર નાગરાજની અંદર શિવક નામનો દેવ થયે છું. ધનદેવને પ્રશ્ન
ત્યાર પછી મેં કહ્યું,
હે સુરોત્તમ ! આપના કહેવા પ્રમાણે હું સર્વ વાત સમજી ગયે. આપનું કહેવું સત્ય છે, પરંતુ મારે આપને એટલું પૂછવાનું છે,
હાલમાં કયા સ્થાનમાં તમે રહે છે, તે વૃત્તાંત મને કહો.
દેવ છે , હે ભદ્ર! મેરૂગિરિની દક્ષિણ દિશામાં કંઈક ન્યૂન બેતાળીસ હજાર યોજન પ્રમાણુવાળા લવણ સમુદ્રને અવગાહીને રહેલો એક સુંદર પર્વત છે,
સત્તરસને એકવીશ યોજન જેની ઊંચાઈ છે અને મધ્યમાં રત્નમય હોવાથી પોતાની કાંતિના વિસ્તારવડે સાડાસાત જન સુધી ચારે તરફ લવણસમુદ્રના પાણીને પ્રદીપ્ત કરે છે, એવા તે દઉભાસ નામના પર્વતના શિખર ઉપર બહુ રમણીય એક ભવન છે.