________________
૨૮૪
સુરસુંદરી ચરિત્ર હે દેવ ! હાલમાં હું આપને બરોબર ઓળખી શકતા નથી. માટે આપ કહો, તમે કેણ છે ? અને આપનો મેળાપ મને કયાં થયો હતો?
દેવ બાલ્યો.
હે ભદ્ર! જેના વચનથી સુપ્રતિષ્ઠ પલ્લી પતિના જયસેન પુત્રને યોગીની પાસમાંથી એક લાખ સેનૈયા આપીને તે મુક્ત કર્યો હતે, તે જ હું દેવશર્મા છું.
તે પ્રસંગ હસ્તિનાપુરની પાસે અનેરમ ઉદ્યાનમાં બન્યું હતું, તે સમયે તમે મને જોયેલો હતો.
વળી અટવીમાં જ્યારે તમારી સાથે લુંટાયે, ત્યારે તમે સુપ્રતિષ્ઠ પલ્લી પતિની પાસે આવ્યા હતા, તે વખતે ત્યાં બાલરક્ષણ તરીકે મને તમે જે હતે.
તેમજ વળી કુશાગ્ર પુરમાંથી વળતી વખતે તમે તે પલ્લીમાં આવ્યા, પરંતુ તે બળી ગયેલી સિંહગુહાપલ્લીની બહાર અસ્થિપિંજરમાં રહેલો મને આપે જે હતે.
મારા બંને ચરણ કપાઈ ગયા હતા, તેમજ મેટા શસ્ત્રોના ઘા લાગવાથી મારું શરીર બહુ જીર્ણ થયેલું હતું. વળી તૃષા તે એટલી બધી લાગી હતી, કે જેથી મારા પ્રાણ પણ કંઠમાં આવી રહ્યા હતા.
તે વખતે પરોપકારમાં રસિક એવા આપે શ્રીઅરિહત ભગવાન દેવ, સુસાધુએ ગુરુ અને કેવળી કથિત ધર્મ