________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૩ રહેલી એક રત્નશિલાની ઉપર બેઠો અને વિચાર કરવા લાગ્યો. ' અરે ! દેવગતિ વિચિત્ર છે. અકસ્માત્ હું ધન અને પરિજનરહિત શાથી થઈ ગયો? વળી તે વહાણ ભાગી જવાથી તે મહાનુભાવની શી સ્થિતિ થઈ હશે?
જે એના હાથમાં પાટીયું આવી ગયું હોય અને તે કદાચિત સમુદ્રની પાર ઉતરી ગયા હોય તે બહુ સારૂ થાય, એમ વિચાર કરતે હું કેટલાક દિવસ ત્યાં રહ્યો. તેટલામાં એક દિવસ મારા સાંભળવામાં આવ્યું,
હે ધનદેવ! મહાશય! તું આ પ્રમાણે ઉદ્વિગ્ન શા માટે રહે છે ?
હું સંભ્રાંત થઈ તે તરફ જોવા લાગ્યો, તે ત્યાં રહેલે ઉત્તમ ભાગ્યવાન એક દેવ મારા જેવામાં આવ્યા.
જેનું મુખકમલ બહુ જ પ્રફુલ્લ દેખાતું હતું, જેના મુકુટની ઉપર દેદીપ્યમાન નાગફણાના આકાર સમાન એક ચિન્હ શેભતું હતું અને જેના શરીરની કાંતિ અત્યંત રમણય દેખાતી હતી.
તે તેજસ્વી દેવને જોઈ મેં તેને અભ્યથાન આપ્યું, એટલે તે દેવ મને પ્રેમપૂર્વક ખૂબ ભેટી પડશે.
તેણે મને કહ્યું, હે ભદ્ર! તું મને ઓળખે છે કે ભૂલી ગયા ? ત્યારપછી મેં કહ્યું,