________________
૮૦
સુરસુંદરી ચરિત્ર
તે સમયે ઉત્તમ તરૂણ ઘડીની માફક મુક્ત થયાં છે બંધને જેનાં, એવી તે નૌકા તરંગ વડે ખેંચાતી છતી બહુ વેગથી દોડવા લાગી.
કેઈ ઠેકાણે સિદ્ધ વિદ્યાવાળી વિદ્યાધરીની માફક આકાશમાં ઉડે છે.
કઈ ઠેકાણે વિદ્યાથી ભ્રષ્ટ થયેલી ખેચરીની માફક તે નૌકા નીચી પડે છે. કદાચિત્ દંડથી હણાયેલી ભુજગીની માફક તરંગોને લીધે ઝોલા ખાધા કરે છે.
કેઈસમયે ઉત્તમ જનોએ કહેલા શુદ્ધ અર્થની માફક અતિ વેગથી ચાલ્યા કરે છે.
વળી કદાચિત્ તે ધ્યાનમાં બેઠેલી યોગિનીની માફક નિશ્ચલ થઈ ધ્યાન કરે છે. - કદાચિત્ તે અરણ્યમાં પડેલી વૃદ્ધાની માફક મંદ મંદ ચાલે છે.
કદાચિત ગુરુજનની દષ્ટિગોચર થયેલી અને વરને લાયક એવી કુલબાલિકાની માફક ધ્રુજતું છે શરીર જેનું, એવી તે નૌકા સમુદ્રની અંદર ઘુમે છે.
તરંગોના જલથી ભરાઈ ગયેલાં પાટીયાંમાંથી ખરતાં મેટા બિંદુરૂપી આંસુ વડે આશ્રિત જનોના રક્ષણ કરવામાં વ્યગ્ર થયેલી તે નૌકા જાણે રૂદન કરતી હેય ને શું ?
નજીકમાં પોતાને જંગ જાણીને ભય પામેલી અને શરણહીન એવી તે નૌકા બંધનથી છુટાં પડતાં પાટીઆ