________________
૨૭૬
સુરસુંદરી ચરિત્ર વળી હે શત્રુંજય! જો તું સત્ય સુભટવાદને વહન કરતે હેય તે હાલમાં તું તારું પુરૂષત્વ પ્રગટ કર.
એમ કહી તેના કેશ પકડી એકદમ મેં તેનું મસ્તક કાપી નાંખ્યું.
બાદ છેદાઈ ગયું છે મસ્તક જેનું એવા પિતાના સ્વામીને જોઈ શત્રુના સર્વ સૈનિકે સંભ્રાંત થઈ ગયા અને એકદમ મારી ઉપર હુમલો કરીને બાણ વડે મને મારવા મંડી પડયા.
ત્યાર પછી તેઓનાં હજાર તીક્ષણ બાણની પંક્તિને યુક્તિપૂર્વક બચાવ કરીને નરવાહન રાજા શોકાતુર થઈ
જ્યાં સભામાં બેઠા હતા, ત્યાં હું ગયે અને શત્રુંજય રાજાનું મસ્તક તેમની આગળ મૂકયું.
પછી પ્રણામ કરીને હે ધનદેવ! પૂર્વોક્ત સર્વ વાર્તા તેમની આગળ મેં કહી સંભળાવી. મકરકેતુનું પ્રયાણ
ત્યાર પછી મેં કહ્યું, હે રાજન્ ! હવે તમારે કઈ પ્રકારને ઉદ્વેગ કરવો નહીં, તમે સુખેથી અહીં રહે. હું હવે જાઉં છું. કારણ કે,
રત્નદ્વીપમાંથી આપની કન્યાને લાવીને જલદી આપને સપી દઉં, એમ કહી સ્ત્રીના મુખાવલોકનમાં ઉત્સુક થયેલ હું આકાશ માર્ગે ચાલવા લાગ્યો અને અનુક્રમે તે સ્થા