________________
૨૭૪
સુરસુંદરી ચરિત્ર શત્રનાં યંત્રપીડન ટુટવા લાગ્યાં અને ઘાસનાં પુળીયાં સાથે લાગતી મશાલવડે તેઓના યંત્રોને બાળી નાખે છે. તેમજ નગરાધીશના સુભટો કિલ્લાના આધારે સ્થાપન કરેલી નિસરણીમાં ઉપર રહેલા શત્રુના સુભટને ભાલા મારીને ખાઈઓમાં પાડી નાખે છે.
શસ્ત્રાદિકથી ઘાયલ થયેલા સુભટોએ પોતાના હાથમાં ધારી રાખેલે એ પણ ઘડીને સમુદાય બહુ કુદાકુદ કરે છે અને અદાલીઓમાં ગોઠવેલા યંત્રોમાંથી નીકળતા પાષાણના મારને તે બચાવી લે છે.
પડખાઓના વરંડાઓ ઉપર રહેલા ધનુષધારીઓએ મારેલાં બાવડે ઘાયલ થયેલા અને કિલ્લાની પાસમાં આવતા શત્રુઓના મસ્તકના સેંકડે ટુકડાઓ તોપોના મારથી થયા કરે છે,
તેમજ કિલ્લાથી દૂર રહેલી એવી પણ પટકુટીઓને તેલથી છાંટેલા અને શંખલાયંત્રમાં ગોઠવેલા મોટા કાષ્ઠોના સમૂહવડે બાળી નાખે છે,
તેમજ કિલ્લાના કાંગરાઓની અંદર રહેલા હોશીયારે એવા ધનુષધારીઓના બાણે વડે છેદાઈ ગયેલું શત્રુનું સૈન્ય વિજયાથી સંગ્રામમાં શિથિલ થઈ ગયું.
તેટલામાં બહ રોષને લીધે ત્યાં અનેક સામંત તથા સુભટના સમૂહ તૈયાર થઈ ગયા અને પિતાના સૈન્યને આશ્વાસન આપીને કિલ્લાની સન્મુખ પ્રયાણ કરવા લાગ્યા.