________________
૨૯૨
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી મેં તેણુને કહ્યું,
હે સુંદરી ! આ કિંકર તારે સ્વાધીન છતાં તારા પિતાને પરાભવ કરવા કેણ સમર્થ છે?
વળી અધિકની શી જરૂર છે? હાથમાં વમુનર્દક ખગ લઈ હું એકલે ત્યાં જઈને તે દુરાચારી પ્રચંડ શત્રને સંહાર કરૂં છું.
અહી શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં પ્રિયં વદાની પાસે સુખેથી તારે રહેવું. કેઈ પ્રકારને શેક કર નહિ.
જ્યાં સુધી હું તે દુષ્ટ શત્રુંજયને મારીને પાછો અહીં આવું, ત્યાં સુધી તમારે અહીંથી કયાંય પણ જવું નહીં. એમ કહી તમાલપત્રના સરખા શ્યામ એવા આકાશમાર્ગે હું ઉપડી ગયો. કુશાગ્રપુર
અનુક્રમે હું કુશાગ્રપુર જઈ પહોંચ્યો. જેના વિશાલ કિલ્લાની ચારે બાજુએ ઉદ્ધત સુભટેએ ઘેરે ઘાલેલ હતો, અંદરના ભાગમાં બહુ યંત્રેથી વહન કરાતા ગોળાકાર એવા પાષાણેને લીધે ભયંકર, કિલ્લાના ઉપરના ભાગમાં વિજપતાકાઓ રચેલી હતી, તેમજ જેના કાંગરાઓમાં સેંકડો તે ગોઠવેલી હતી અને હજારો ઉદ્ધત સુભટના આડંબર સહિત કેલાહલની ગર્જનાઓ બહુ વધી પડી હતી.