________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૧ આ પ્રમાણે તેને પૂર્વવૃત્તાંત પ્રિયંવદા કહેતી હતી, તેટલામાં તેના વિષવિકારને વેગ દૂર થવાથી તે સચેતન થઈ ગઈ.
બાદ સારી રીતે શુદ્ધિમાં આવી એટલે તે બાલાને પ્રિયવદાની પાસે મૂકીને હું વિબનિવૃત્તિને માટે શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરવા માટે મંદિરમાં ગયો.
ત્યાં વિધિપૂર્વક શ્રીજિદ્રભગવાનની પૂજા કરીને મેં રૌત્યવંદન કર્યું. પછી ઉપગપૂર્વક શાંતિ દેવતાને મંત્ર જાપ કર્યો. તેમજ ત્રીજી સ્તુતિ ભણીને સો શ્વાસચ્છવાસને એક કાર્યોત્સર્ગ કર્યો.
એ પ્રમાણે વિદ્યાધરના મરણજન્ય વિદ્ધની શાંતિ માટે ધર્મકાર્ય કરીને હું ફરીથી જ્યારે પ્રિયંવદાની પાસે ગયો. ત્યારે શાકને લીધે અશ્રુજલથી ભીંજાઈ ગયા છે ગંડસ્થલ જેના એવી તે બાલા રૂદન કરતી મારા જેવામાં આવી.
પછી મેં પ્રિયંવદાને પૂછ્યું
હે બહેન ! આવા મોટા શેકથી સંતપ્તની માફક આ કમલાક્ષી શા માટે રૂદન કરે છે ?
તે સાંભળી પ્રિયંવદા બેલી.
હે કુમારેંદ્ર! એના કારણને લીધે એના પિતાને મોટા પરાક્રમી શત્રુએ રોકી લીધો છે, તેથી બહુ શોકાતુર થઇ આ બાલા રૂદન કરે છે.