________________
૨૭૦
સુરસુંદરી ચરિત્ર
પ્રિયંવદા બેલી. રત્નાવતી નામે મારી નાની માસીને નરવાહનરાજાની સાથે કુશાગ્રનગરમાં પરણાવી છે; તેની આ સુરસુંદરી નામે કન્યા છે.
પ્રથમ હું વૈતાઢય પર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી, ત્યારે માર્ગના પરિશ્રમને લીધે થાકી ગઈ એટલે કુશાગ્ર નગરની બહાર ઉદ્યાનમાં હું ઉતરી હતી. ત્યાં મેં એને જોઈ હતી, વળી તે સમયે હું આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગઈ હતી. તે પણ બહુ બુદ્ધિમાન એવી એણીએ માત્ર કહેવાથી જ તે પદ મને સંભારી આપ્યું હતું. તેમજ ચિત્રપટમાં લખેલા તારા સ્વરૂપને જોઈ એણુએ ઉન્માદને વધારનાર એ ઘણે સ્નેહ પ્રગટ કર્યો.
વળી આ ચિત્રગત યુવાન બહુ સુંદર છે, એમ જાણે એણીના હૃદયમાં ઘણે આનંદ થયો હતો અને આ મારો સ્વામી થાય તે બહુ સારૂં, એ પ્રમાણે એણી વડે બહુધા વ્યાકુળ થવાયુ હતું.
વળી જે કઈ પણ પ્રકારે એ મહાશયનું મને દર્શન પણ થાય તે હું કૃતાર્થ થાઉં, એ પ્રમાણે એણીએ નિ:શ્વાસ મૂકયે હતે.
હે ભગિનિ ! જે હું તારી કેઈપણ સંબંધવાળી હીં તે અવશ્ય તેના સમાગમના સુખવડે આ બહેનને તારે શાંત કરવી, એમ એણીના કહ્યા બાદ હું અહીં આવી હતી.