________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૯ એમ વિચાર કરતે હું પોતાના હાથના ઉસંગમાં એને લઈને ચાલે. તેણીના સુકેમલ અને મને હર એવા શરીરના સ્પર્શથી ઉત્પન્ન થયેલા સુખને અનુભવ લઈ મારું શરીર બહુજ શાંત થઈ ગયું.
અનુક્રમે હું શ્રી આદિનાથ ભગવાનના મંદિરની પાસે મારા સ્થાનમાં આવી પહોંચ્યો. વિષાપહાર
પિતાના સ્થાનમાં આવીને ત્યાં રહેલી મારી ઓરમાન માતાની કન્યા પ્રિયંવદાને મેં પૂર્વોક્ત સર્વ વાર્તા કહી.
પછી મેં તેને કહ્યું કે, પિતાએ વિદ્યાપ્રદાનના સમયે મને જે વીંટી આપી હતી, તે વીંટી અને નિર્મલ જલ તું જલદી અહીં લાવ.
હે ધનદેવ ! દિવ્ય મણિથી જડેલી તે મુદ્રિકા સમગ્ર દાને નિવારે છે. વળી વિષસમૂહને નાશ કરવામાં તે વિશેષે કરીને તે બહુ ઉપયોગી થાય છે. તેની પ્રતીતિ અમને સાક્ષાત્ થયેલી છે.
પછી તે વિટીના સ્પર્શવાળું પાણું કરીને હું તેણીને પાવા લાગે, તેમજ તેણીના શરીરે છાંટવા લાગ્યો. તે સમયે પ્રિયંવદાએ મને કહ્યું કે, આ તે મારી બહેન છે.
પછી મેં કહ્યું કે, આ તારી બહેન કેવી રીતે થાય ? એને કઈ વખત તે પ્રથમ જેએલી છે.