________________
સુરસુંદરી ચરિત્ર
ર૭૫ ઉભટ સુવર્ણથી વિભૂષિત છે કાંડ જેમના એવાં બાણે વડે વિંધાયેલો કિલ્લો નગરનું રક્ષણ કરતે જીતે રોમાંચને ધારણ કરતો હોય ને શું?
ત્યારબાદ શત્રુના યોદ્ધાઓએ પરિખા [ખાઈ] પુરી નાખી અને લાંબા વાંસેના પ્રયોગ વડે પ્રાંતભાગને બાળી નાખીને સમગ્ર કિલ્લો અગ્નિથી સળગાવી દીધે.
યંત્રોથી ફેંકાતા પત્થરોના આઘાત વડે કિકલાનાં શિખરે ટુટવા લાગ્યાં, જેથી શત્રુના સૈન્યમાં અકસ્માતું કોલાહલ ફાટી નીકળ્યો.
ત્યારપછી મોટા વિશાલ પાષાણથી બાંધેલી કિલ્લાની અટાલીએ પણ યંત્રો, સુરંગે અને કશાઓના આઘાત વડે વિખરાઈ પડવા લાગી. મકરકેતુનું સાહસ
એ પ્રમાણે શત્રુના સૈનિકે એ એકદમ પરાજીત કરેલા નગરના સુભટો જોઈ અકસ્માત મારા હૃદયમાં કૈધ ભરાઈ ગયે. જેથી હું હઠ પીસીને તરવાર ઉગામી ગજેન્દ્ર ઉપર બેઠેલા શત્રજય રાજાની પાસે ગયો અને તેને કહ્યું,
રે ! રે! અધમ ! આજે મેં તને ઘણા કાળે દીઠ છે. જો કે આ મારી સ્ત્રીના પિતાએ તારું કઈ પ્રકારનું વર કર્યું નથી, છતાં તું એમનો પરાજય કરવા તૈયાર થયો છે. એ તારો કેટલે બધો દુરાચાર ગણાય !
અથવા વિનાશ કાળ આવે ત્યારે વાંસને ફલ આવ્યા સિવાય રહેતું નથી.