________________
૨૬૮
સુરસુંદરી ચરિત્ર તેણના મુખમાંથી માત્ર ફેણ નીકળતું હતું અને શરીરની કાંતિ શ્યામ થઈ ગઈ હતી.
પછી મેં પિતાની આંગળી તેણના મુખમાં નાખીને જોયું તે અંદર અધું ચાવેલું પિાકનું ફલ મારા જેવામાં આવ્યું.
જરૂર આ ફલના વિકારને લીધે આ બાલા અચેતન થઈ ગઈ છે, માટે એને પોતાના સ્થાનમાં લઈ જઈને હું સ્વસ્થ કરૂં.
વળી કેઈપણ વિદ્યાધરની આ કન્યા અહીં આવેલી હશે.
કોઈપણ દુઃખને લીધે એણીએ વિષફલ ખાધેલું જણાય છે.
પૃથ્વી ઉપર ચાલનાર મનુષ્ય આ રત્નદ્વિીપમાં આવી શકતા નથી. તેથી ભૂલેકવાસી આ કન્યા કેવી રીતે હઈ શકે?
તેમજ આવા એના વેષ ઉપરથી જરૂર આ કન્યા છે, એમાં કઈ પ્રકારને સંદેહ નથી.
તેમજ મારૂં જમણું નેત્ર કુરતું હતું, તેથી આ મારી પ્રિયવદ્ગભા હોવી જોઈએ, કારણ કે આ બાળાને જોઈ જે મને અનુરાગ થયું છે, તે અનુરાગ અનેક પ્રકારની વિદ્યાધરોની બાલાઓને જોઈને પ્રથમ થયો નહોતે. માટે જરૂર આ કેમલગી મારી દયિતા હોવી જોઈએ.