________________
૨૬૦
સુરસુંદરી ચરિત્ર પછી સમાન સિદ્ધિને વિચાર કરીને મારા પિતાએ સમસ્ત વિદ્યાઓ મને આપી અને તેમને સાધવાને ઉત્કૃષ્ટ એ સર્વ વિધિ પણ મને બતાવ્યું.
ત્યાર પછી તેમણે કહ્યું કે, હે પુત્ર! જેમના કિરણોના સમૂહ ચારે તરફ દીપિ રહ્યા છે, એવા અનેક મણિઓથી વ્યાસ એવા રત્નદ્વીપમાં વિદ્યાધરોએ બનાવેલા ભવ્ય આકૃતિવાળા શ્રી આદીશ્વરભગવાનના મંદિરમાં તું જા ?
ત્યાં આગળ ઉત્તમ ક્ષેત્રમાં એકાંત જગાએ બહુ કાંતિમય અને વિદ્યા સાધવામાં ઉઘુક્ત થયેલા ખેચરને રહેવા લાયક અનેક પ્રકારનાં મંદિરો રહેલાં છે.
તેમાં રહી તારે વિદ્યાઓ સાધવી. વળી તારી સારવારને માટે બહુ ડે પરંતુ પિતાને ઇષ્ટ એવો પરિવાર તું લઈ જા.
પ્રથમ ત્યાં જઈને તારે શ્રીજિનેંદ્ર ભગવાનનું પૂજન તથા વંદન કરવું.
બીજા કેઈપણ પ્રકારનાં કાર્ય કરવાં નહીં. વળી એક જન માત્ર ક્ષેત્રમાં પચેંદ્રિય પ્રાણીઓની હિંસા પોતે અથવા બીજાએ પણ પ્રયત્નપૂર્વક કરવી તથા કરાવવી નહીં. કારણ કે, પ્રમાદને લીધે પણ જો આવાં અકૃત્ય થાય તે પિતાના કાર્યમાં વિદન થયા સિવાય રહે નહીં, એમ કહી મારા પિતાએ મને એક વીંટી આપી.
હે પુત્ર! સમગ્ર દેને નિવારવામાં સમર્થ એવી આ વીંટી હંમેશાં તારે પોતાના હાથે રાખવી, એમ