________________
૨૫૮
સુરસુંદરી ચરિત્ર
મકરકેતુ કુમાર,
ધનદેવનું વચન સાંભળી તે બે .
હે સત્પરૂષ! મારૂં વૃત્તાંત સાંભળવામાં આપને કૌતુક હોય તે, એકાગ્ર ચિત્તે તમે સાંભળો
વૈતાઢયગિરિની અંદર દક્ષિણ શ્રેણીમાં રત્નસંચય નગર છે, તેમાં પવનગતિ વિદ્યાધરની બકુલવતી સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ચિત્રગતિ નામે વિદ્યાધરેંદ્રોનો ચક્રવતી રહે છે.
તેની ખ્યાતિ સર્વ પ્રસરી રહી છે. અમિતગતિ વિદ્યાધરની કનકમાળા નામે પુત્રી તેની ભાર્યા છે. તેણીને હું પુત્ર છું.
મારી ઉપર તેણીને પ્રેમ બહુ અપૂર્વ છે. મારૂં નામ મકરકેતુ છે. અનુક્રમે વૃદ્ધિ પામતે હું યૌવનઅવસ્થાને શોભાવવા લાગ્યો. ચમરચંચા નગરી
હવે વૈતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણીની અંદર ચમરચચા નગરી છે. જેના સર્વ પ્રદેશ દરેક ઋતુઓમાં ફલકુલથી વિભૂષિત એવા વૃક્ષની શ્રેણીઓ વડે શોભે છે.
વળી તે નગરીની અંદર ભાનુગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ વિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે. તે મારા પિતાને મિત્ર છે. મારી ઉપર પણ તે બહુ પ્રીતિ ધરાવે છે.