________________
૨૫૬
સુરસુંદરી ચરિત્ર રહ્યો છે. વળી મકર, મીન (મઘર અને માછલીઓ=મકર અને મિન રાશિ) ને સંચાર જેમાં રહેલો છે,
ફુરણાયમાન ઘન [ઘાઢ–મેઘના] અંધકાર વડે વ્યાપ્ત છે પર્વતના વિભાગ જેના એવા કૃષ્ણપક્ષના આકાશની માફક અપ્રાપ્ત છે પ્રાંત ભાગ જેના એવા સમુદ્રના મધ્યભાગમાં હે નરનાથ ! અમારું વહાણ બહુ વેગથી કેટલાક જન ચાલ્યું ગયું,
તેટલામાં એક દિવસ વહાણના સ્તંભાગ ઉપર બેઠેલા નાવિકે કહ્યું કે,
હે પુરૂષ! એક આશ્ચર્ય તમે જુઓ !! પ્રફુલ્લ છે મુખ જેનું અને રૂપમાં દેવસમાન એ કઈ પણ મહાનુભાવ પિતાની ભુજાઓ વડે અપાર એવા આ સમુદ્રને
તરે ભાવ પોતાની માં ધમા
એ પ્રમાણે નિર્ધામિકનું વચન સાંભળી મેં વહાણમાં બેઠેલા અને તરવામાં કુશળ એવા કેળી લોકોને તરતજ તેની પાસે મોકલ્યા અને તેમને મેં કહ્યું, તે સંપુરૂષને. તમે અહીં લાવે. ત્યાર પછી તેઓ તેની પાસે જઈને કહેવા લાગ્યા. - હે ભદ્ર! તેમને તેડવા માટે ધનદેવ વણિકે અમને મોકલ્યા છે. માટે તમે આ હોડીમાં બેસી જાઓ!
એ પ્રમાણે તેમનું વચન સાંભળી હોડીમાં બેસી તે અમારી પાસે આવ્યા અને તરત જ અમારા વહાણમાં આવી ગયે.
મારી પાસે આ વચન સારીમાં બેસી જાય