________________
૨૫૫
સુરસુંદરી ચરિત્ર પાણીના સમૂહવડે ઢંકાઈ ગયેલા અને સકુરણયમાન ગિરિના ખંડેવિડે ભયંકર; મહાભયંકર મઘરોવડે ઉછળતા ભુજ જેની અંદર અનેક ગાધિકા (જંતુવિશેષ)ઓને ગળી જાય છે.
એકઠા થઈ રહેલા અને ઉન્નત સ્થિતિવાળા તિમિંગિલ-મહામછોના આઘાતથી અનેક તરંગો જેમાં પ્રગટ થાય છે. તરંગથી ખેંચાતા જલજતુંઓના ભયંકર શબ્દો જેમાં સંભળાયા કરે છે,
ભયંકર શબ્દોને લીધે ત્રાસ પામતા જલચરોના પરિભ્રમણ વડે જલની સ્થિતિ બહુ ઘેર દેખાવા લાગી, ઘારપાણીના ઘણઘણાટ શબ્દોને લીધે સર્વ દિગૂમંડલ વાચાલિત થઈ ગયું,
અનેક પ્રકારના ઉત્કટ તરંગો જેમાં વારંવાર •ઉછળવા લાગ્યા, જલપ્રવાહમાં ઘસાડાતાં પ્રવાલ અને
શ્યામ ભુજગેના ત્રાસથી વ્યાકુલ થયાં છે માછલાઓના ટોળાં જેને વિષે,
તેમજ બહુ પ્રાણુઓને આશ્રય આપનાર (અન્ય પક્ષે બહુ પ્રાણીઓની પાસેથી આહાર કરનાર), પડત છે મેટી આપદાઓ [આપગા નદીઓ-આપત્તિયોને સમૂહ જેને વિષે,
જળના આશ્રયભૂત (પ્રજાઓમાં સ્થાનને નહી પામતા) એવા દરિદ્રપુરૂષની માફક જેને દેખાવ બહુ વિકરાલ થઈ