________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૩ ગાડાઓના સાથ સહિત હું બહુ વિશાલ એવા ગંભીર નામના વેલાતટ ઉપર જઈ પહોંચે.
તે વેલાકુલની અંદર અનેક નાવિકજને પિતપોતાનો , ઉદ્યોગપૂર્ણ રીતે કરી રહ્યા હતા, તેમજ કેટલાક યાનપાત્રોને તૈયાર કરતા હતા.
સોપારી અને નાળીયેર વિગેરેના મોટા ઢગલાઓને. લીધે જેના રાજમાર્ગોની રમણીયતા નજરે પડતી હતી,
કેઈ ઠેકાણે હાથીના દાંતની પાલી વડે વ્યાપ્ત એ. તે વેલાતટ હાથીના મુખની માફક શેભે છે.
કેઈ ઠેકાણે કપૂર, અગુરૂચંદનના સમૂહવડે સુરગિરિની માફક દેખાય છે.
કેઈ ઠેકાણે મુક્તાહારથી વિરાજીત એવા ભૂતલને. લીધે પુંડરીકગિરિના શિખર સમાન દીપે છે.
કઈ ઠેકાણે જાયફલ અને ઈલાયચીના પુજને લીધે કામુકના મુખની માફક શેભે છે.
નાના પ્રકારના દેશમાંથી આવેલા મેટા કરો (વેરાઓ) વડે રોકાયા છે સમસ્ત દિશાઓના ભાગ જેના એવા રાજભવનની માફક સેંકડે કરીયાણું જેમાં આવ્યા કરે. છે, એવો તે વેલાતટ દેખાતે હતે.
- હવે ત્યાં આગળ યથાયોગ્ય દાણુ ચુકાવીને તે સર્વ ભાંડે સમુદ્રના કિનારે અમે સ્થાપન કર્યો.
ત્યારપછી સમુદ્રમાં ચાલી શકે તેવું મજબુત અને