________________
૨પર
સુરસુંદરી ચરિત્ર સહિત બેઠે હતું, તે સમયે દ્વારપાલની અનુજ્ઞાથી રાજાને બહુ જ પ્રિય અને જેના હાથમાં અમૂલ્ય મોતીઓને થાળ રહેલું હતું, એ ધનદેવ વણિક ત્યાં આવ્યું અને પ્રણામ કરી રાજાની આગળ તે બેઠે.
તેણે મૌક્તિકથી ભરેલા થાળની ભેટ કરી. પછી રાજા સંભ્રાંતની માફક એકદમ ઉતાવળથી બે.
હે ધનદેવ! તું સિંહલદ્વીપમાં ગયા હતે. છતાં જલદી પાછો કેમ આવે? શું વહાણની બાબતમાં કઈ જાતનું વિજ્ઞ તે નથી થયું ?
કારણ કે, તને અહીંથી ગયે એક માસ જ થયે છે. વળી તે સિંહલદ્વીપ બહુ દૂર છે. ત્યાં પહોંચતાં પણ ઘણું દિવસે થાય છે. છતાં તું જલદી ટુંક મુદતમાં પાછો આવ્ય, એ મેટું આશ્ચર્ય લાગે છે.
તે પ્રમાણે રાજાનું વચન સાંભળી ધનદેવ બોલ્યા.
હે નરાધીશ ! હું અહીંથી ગયો અને તરત જ અહીં પાછા આવ્યા, તેનું વૃત્તાંત આપ સાંભળે. ધનદેવનું વૃત્તાંત
સિંહલદ્વીપમાંથી અહીં આવેલા વણિકની સાથે મારો મેળાપ થયો. તે લેકેએ મને વેપાર સંબંધી બહુ -ઉત્સાહ આવે. જેથી તે દ્વીપને ઉચિત એવાં અનેક પ્રકારનાં કરીયાણું લઈ હું ત્યાં જવા તૈયાર થઈનીકળે.
ત્યારપછી આપના ચરણ કમલમાં પ્રણામ કરી બહુ