________________
૨૫૦
સુરસુંદરી ચરિત્ર
હે નરેદ્ર! આપના શત્રુને મેં સંહાર કર્યો છે. હવે આપે કઈ પ્રકારની ચિંતા રાખવી નહીં.
હે રાજન ! વિદ્યારે અપહરણ કરેલી સુરસુંદરી નામે તમારી પુત્રી રત્નદ્વીપમાં રહેલી છે. તેને કહેવાથી. હું અહીં આવ્યો છું.
શ્રી ચિત્રવેગને પુત્ર મકરકેતુ નામે હું વિદ્યાધર છું. પ્રિયંવદાની પાસે તમારી કન્યા સુખેથી રહેલી છે.
એમ કહી મકરકેતુ ત્યાંથી ચાલતે થે. પછી નરવાહન રાજા પણ બહુ ખુશી થઈને પિતાના રીન્યા સહિત નગરમાંથી બહાર નીકળે, એટલે સ્વામી રહિત એવું તે શત્રુનું સૈન્ય ત્યાંથી નાસી ગયું.
ત્યારપછી તે શત્રુંજયરાજાના હાથી, ઘોડા અને રથ વિગેરે જે જે સારી વસ્તુ હતી, તે સર્વે તેણે પોતાને તાબે કર્યું. માટે હે પ્રિયસખી! સુરસુંદરી! તે બાબતમાં તું કંઈપણ ચિંતા કરીશ નહીં. કારણકે, તારા પતિએ તારા પિતાને નિર્ભય કર્યા છે.
નવીન વિદ્યા સાધી તૈયાર થયેલા તે કુમારને તે પિશાચ શું કરી શકે? માટે વૃથા તું ચિંતામાં પડીશ. નહી. ચિંતા કરવાથી શરીરને બહુ આઘાત પહોંચે છે.
આ જગતમાં અનેક પ્રકારના વ્યાધિઓ બતાવેલા છે, તેમજ તેમના ઉપચાર પણ બતાવવામાં આવેલા છે.