________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૯ સામંત સહિત નરવાહનરાજા પણ સંશયમાં આવી પડી છે અર્થાત્ તે એમ જાણે છે કે; આ સમયે મારો પરાજય થવાને છે.
વળી ઘાસ ઈંધનાદિકની હાની થવાથી નાગરિક લોકે મેટા કષ્ટમાં આવી પડયા છે. યંત્રેવડે ફેંકાતા મોટા પત્થરોના આઘાતને લીધે કિલ્લો પણ જીર્ણપ્રાય થઈ રહ્યો છે.
પટટીઓના છિદ્રોમાં રહેલા કેટલાક સુભટે કદાળીના આઘાતવડે ચારે બાજુ ખોદવાનું કામ ચલાવી રહ્યા છે. સેંકડે ધનુષમાંથી નીકળતાં અનેક બાવડે જેના આકાશને ભાગ છવાઈ ગયો છે.
હજારો પડેલા સુભટના રૂધિરને લીધે કાદવથી ભરપુર એવું તે કુશાગ્રનગર બહુ દુર્દશામાં આવી પડયું હતું.
તેવામાં કુરણાયમાન ખગને ધારણ કરતે એક વિદ્યાધર અકસ્માત્ ત્યાં આવ્યો અને રોષથી રક્ત છે નેત્ર જેનાં એવા તે વિદ્યારે ગજેન્દ્ર ઉપર બેઠેલા શત્રુંજયરાજાનું મસ્તક એકદમ ચળકતા પિતાના પગ વડે કાપી નાખ્યું. નરવાહનને સમાગમ
શત્રુજયરાજાને મારીને તે વિદ્યાધર નરવાહન - રાજાની પાસે આવ્યો અને તેણે કહ્યું,