________________
સુરસુંદરી ચરિત્ર -
૨૬૧ ઉપદેશ આપી તેમણે મને પરિવાર સહિત વિદાય કર્યો.
હું પણ પિતાને પ્રણામ કરી ત્યાંથી નીકળે. અનુક્રમે રનદ્વીપમાં ગયો. ત્યાં એકાંતસ્થલ જઈ વિધિ પ્રમાણે બહુરૂપિણ આદિક નાના પ્રકારની વિદ્યાઓ સાધવાને મેં પ્રારંભ કર્યો. વિધાસિદ્ધિ
તેમજ બહુરૂપ, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી, મેહનેત્પાદિની, આકર્ષણ, ઉમેચની, ઉચ્ચાટની અને વશીકરણ વિગેરે બહુ વિદ્યાઓને સાધતાં મારા લગભગ છ માસ ચાલ્યા ગયા.
તે અરસામાં રાત્રીના છેલ્લા પ્રહરે છેવટના ભાગમાં પૃથ્વી ધ્રુજવા લાગી, દિશાએાના ગજે દ્રો ગર્જના કરવા લાગ્યા, આકાશ બળવા લાગ્યું, અનેક ભૂતના સમૂહો હસવા લાગ્યા.
પર્વતે વનિ કરવા લાગ્યા, પાષાણની વૃષ્ટિ થવા લાગી, એમ મને આભાસ થયો.
વળી ડીવાર પછી મને હર સુગંધને વિસ્તાર સુકેમલ પવન વાવા લાગ્યો, તેમજ બહુ જુજ પ્રમાણમાં સ્પર્શ કરતા દિવ્ય ગંદકની વૃષ્ટિ થવા લાગી, પાંચ પ્રકારના વર્ણવાળી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ ચારે તરફ પડવા લાગી.