________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૯
રાહિણી વિધા
એક દિવસ હું ક્રૂરતા કરતા ચમરચ'ચા નગરમાં ગયા. મને જોઈ ચિત્રગતિ ખેચરેદ્ર બહુ ખુશી થયા અને ઘણા પ્રેમવડે તેણે મને રાહિણી નામે એક વિદ્યા આપી. ત્યારપછી ત્યાં જ રહીને મે' સાત માસ તે વિદ્યા સાધવામાં વ્યતીત કર્યાં.
દેવાએ મને ચલિત કરવા માટે અનેક પ્રકારના ભય ઉત્પન્ન કર્યાં, છતાંપણ મેં નિર્ભયપણે યથાક્ત વિધિવડે તે વિદ્યાને સિદ્ધ કરી.
ત્યારપછી વિદ્યા સિદ્ધ થઇ એટલે હુ· પેાતાના નગરમાં ગયા. મને જોઈ મારા પિતા બહુ જ ખુશી થયા અને તેમણે વિદ્યાધરાની આગળ મારી પ્રશંસા કરી.
હૈ વિદ્યાધરા ! જુઓ ! મારા પુત્ર ખાળવયના છે, છતાંપણ તેણે નિર્ભય મનવડે ભયંકર સ્વરૂપવાળી રાહિણી વિદ્યા પણ સિદ્ધ કરી. હજીપણ આ ખાલક હાવાથી વિદ્યાઆને સાધવામાટે લાયક નથી; એમ જાણી મે એને આટલા વર્ષ સુધી વિદ્યાએ આપી નહી.. પરંતુ જે એણે આવી રૂદ્રરૂપવાળી વિદ્યા પ્રથમ સિદ્ધ કરી તે એને અન્ય વિદ્યાઓને સાધવાને શેા હિસાબ છે ? વિદ્યા પ્રદાન
ખાદ સારા માંગલિક દિવસના ચાગ જોઇ સિદ્ધાલયેામાં રહેલી શ્રીજિને'દ્રભગવાનની પ્રતિમાએના અષ્ટાન્તિકા મહાત્સવ તેમણે બહુ પ્રેમથી કરાયેા.