________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૫ હે ભવ્યાત્માઓ ! શાસ્ત્રકારે ત્યાં સુધી પકાર કરી કહે છે કે, પિતાના પ્રાણો કંઠગત થાય તે પણ હિંસાદિક અકૃત્યનું સેવન કેઈપણ સમયે કરવું નહિ. અર્થાત પ્રાણત્યાગ કર પણ અકૃત્ય કરવું નહી તેમજ પ્રાણુતા સુધી પણ સુકૃત્ય ધર્મને ત્યાગ કરવો નહીં.
એમ છતાં મેં પ્રમાદને લીધે આ અકાર્યનું સેવન કર્યું, માટે જરૂર મારે દારૂણ દુઃખ ભેગવવું પડશે અથવા મેં ઘણું વિદ્યાઓ સિદ્ધ કરી છે, તેથી મને વિન થવાને સંભવ નથી.
પરંતુ વિદનને દૂર કરવા માટે મંત્ર જાપ તથા શ્રીજિદ્રભગવાનની પૂજા વિગેરે ઉપચાર કરવા તે ઉચિત છે.
એમ વિચાર કરી હું ત્યાંથી ચાલ્યો. એટલે મારું દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યું. જેથી મેં જાણ્યું કે, મને કેઈ પણ સારી વસ્તુને આજે લાભ થશે. યુવતી દર્શન
એમ વિચાર કરતે હું કેટલાંક ડગલા ચાલી નીકળ્યો, તેટલામાં હે ધનદેવ ! તે ગહન વનમાં કિપાક વૃક્ષની નીચે પૃથ્વી ઉપર પડેલી એક યુવતી મારા જેવામાં આવી.
તે મૂર્શિત અને ભરનિદ્રાની માફક ઘેનમાં ડુબેલી હતી. જેણીના શરીરની આકૃતિ પોતાના કુલની લક્ષમીદેવી હોય તેવી અપૂર્વ ઉત્કૃષ્ટતાને સૂચવતી હતી.