________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૩ પવિત્ર તીર્થોના નિર્મલ જલવડે શ્રીજિનેંદ્રભગવાનની પ્રતિમાઓનું સ્નાત્ર કરાવ્યું.
ત્યાર પછી અનેક વિદ્યાધરને ઉદાર ભાવથી ઘણું દાન આપવામાં આવ્યાં. પૂજ્યવર્ગની સારી રીતે પૂજા કરી અને માનવાલાયક સજજનેને સારી રીતે સત્કાર
કર્યો.
ઉત્તમ પ્રકારનાં ગીત, નૃત્ય અને વાજીંત્રના ઠાઠ સાથે અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યું.
તેમજ ગંભીર એવા પટહ, ભેરી, ભંભા અને દુર્દભિના અનેક શબ્દો વડે દિગંતરાને પૂર્ણ કરતા સુંદર વિદ્યાધરીઓના પ્રેક્ષણક (નાટય) વડે ખેચોના સમૂહને આકર્ષણ કરતા,
નિર્મલ એવા શ્રીજિદ્ર ભગવાનના ગુણકીર્તનમાં કુશલ એવા સેંકડો માગધવડે સંકીર્ણ, વાગતા એવા વેણ તથા વીણાના મધુરનાદ વડે જનસમાજને આનંદ આપતા, જોવા માટે આવેલા સુર તથા કિન્નરેના ચિત્તને ચમત્કાર કરવામાં અગ્રણ,
મેટા પાપોને હઠાવનાર અને રમણીય એવા રાત્રી જાગરણને શ્રીજિનેન્દ્ર ભગવાનના મંદિરે કરાવીને પિતાના પરિવાર સહિત મારા પિતા વૈતાઢય પર્વતમાં ગયા.
હું બાકીના સમસ્ત કાર્ય કરવા માટે ત્યાં જ રહ્યો હતે.