________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૧. તે પૈકીમાં ચિંતા, એ પણ એક અપૂર્વ વ્યાધિ ગણવામાં આવ્યો છે. જેની ઉપમા કાષ્ઠની ચિતા સાથે આપવામાં આવી છે, પરંતુ તે ચિતાથી પણ બિંદુ માત્રની અધિકતાને લીધે ચિંતાને અધિક માનવામાં આવે છે.
કારણ કે, ચિતા તે મુડદાને બાળે છે અને ચિંતા તો જીવતા પ્રાણીને પણ બાળે છે. અર્થાત્ પ્રાણીઓના રૂધિરને શોષી લે છે.
હે સખી! હવે તું ખેદ કરીશ નહી અને કઈ કારણને લીધે તારા સ્વામી ત્યાં રોકાયા હશે. જેથી તે દ્વિીપમાં જલદી તે આવી શક્યા નહીં. એમ કેટલાક પ્રિયવચન વડે તેણીએ સુરસુંદરીને શાંત કરી એટલે તે શકનું વાતાવરણ દૂર કરીને આનંદમય થઈ વર્તાવા લાગી.
ત્યારપછી હંસિકા કમલાવતી દેવીની પાસે ગઈ અને આ સર્વ હકીકત તેણીએ તેને નિવેદન કરી.
પછી કમલાવતીએ પણ રાજાની આગળ જઈ યથાસ્થિત આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ધનદેવનું આગમન
સુરસુંદરી પોતાની ફેઈને ત્યાં આનંદપૂર્વક રહે છે. સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓ સુરસુંદરીના સહવાસને લીધે બહુ આનંદ માનવા લાગી.
આ પ્રમાણે સુખ સમાધિથી તેણના કેટલાક દિવસ નિર્ગમન થયા, કેઈ એક દિવસ સભામાં અમરકેતુરાજા પિતાના કેટલાક પુરૂષ, કમલાવતી દેવી અને સુરસુંદરી.