________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૭ કંઈપણ તે ઉત્તર આપી શકાય નહીં. કેવળ મનમુખે હું બેસી રહી.
હે હંસિની ! નેહને સ્વાધીન થયેલી તે મને પૂછ્યું હતું, તેના પ્રત્યુત્તરમાં નેહગર્ભિત અને ગુહ્ય એવું મારૂં સર્વ ચરિત્ર બહુ પ્રેમવડે વિસ્તારપૂર્વક ખુલ્લી રીતે મેં તને સંભળાવ્યું. હસિકા સખી | મારું વૃત્તાંત સાંભળી દયદ્ર હૃદયવાળી હંસિકા બેલી.
હે સુરસુંદરી! અતિ દુસહ એવાં દુખે તારા અનુભવમાં આવ્યાં, જેમના સાંભળવાથી પણ લોકોને દુખ થયા વિના રહે નહીં.
હે પ્રિયસખી ! આવા દારૂણ દુઃખેને તું લાયક નથી, પરંતુ આલોકમાં દેવની ગતિ બહુ વિચિત્ર છે. જેથી તું આવાં દુઃખેને આધીન થઈ પડી છે.
વળી દેવબળ એટલું બધું પ્રધાન ગણાય છે કે, તે હંમેશાં સુખને લાયક એવા મનુષ્યને પણ અનેક પ્રકારના દુઃખાને આધીન કરે છે, તેમજ વિરહની વેદનાને નહીં જાણનાર એવા પ્રાણીને પણ પોતાના સ્વામી સાથે વિરહિત કરી નાખે છે. કર્મને પ્રભાવ બહુ ગહન છે. કમ સિવાય સુખ અથવા દુઃખ આપવાને કઈ પણ સમર્થ નથી. કહ્યું છે કે,