________________
૨૪૬
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે પાપી મને આકાશ માર્ગે બહુ દૂર દેશમાં લઈ ગયે અને તેણે જાણ્યું કે, હવે અગોપાંગ ભાગી જવાથી જરૂર આ મરી જશે, એમ ધારી આકાશમાંથી તેણે મને નાંખી દીધી.
પરંતુ દેવગને લીધે પ્રથમ જ્યાં હું પડી હતી, તેજ ઉદ્યાનની અંદર લતામંડપ ઉપર હું પડી, જેથી મને કોઈ પ્રકારની વેદના થઈ નહીં.
તેવામાં ત્યાં સુમંતભદ્ર મારા જેવામાં આવ્યો અને તેણે સર્વ વૃત્તાંત મને પૂછયું.
તે સમયે અરે! આ શું ઇદ્રજાળને દેખાવ થયે? આ સ્વપ્ન હશે? હું અહીં કયાંથી આવી! તે દુષ્ટ તાલ ક્યાં ગયા? અને તે પ્રિયંવદાનું શું થયું હશે ? વળી મારા મવલ્લભનું આ દુષ્ટ જ કંઈક અનિષ્ટ કર્યું હશે? તે કારણને લીધે જ તે મારી પાસે તે દ્વિીપમાં જલદી આવી શકો નહીં; અથવા મારા માટે આવેલા તે શત્રુંજયરાજાએ મારા પિતાનું કંઈપણ અનિષ્ટ કર્યું હશે? કારણ કે, તેમની પાસે સૈન્ય બહુ થોડું છે.
એમ ચિંતવન કરતી હું બહુ શોકાતુર થઈ ગઈ, જેથી સમંતભઢે મને બહુ બહુ પૂછયું, પરંતુ હું કંઈપણ બેલી શકી નહીં.
ત્યાર પછી સમંતભદ્ર મને અમરકેતુરાજાની પાસે લઈ ગયો. ત્યાં પણ શોક અને ત્રાસને લીધે મારાથી