________________
૨૪૪
સુરસુંદરીચરિત્ર એકલે ત્યાં જાઉં છું અને તું આ પ્રિયંવદાની સાથે આ શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં હું આવું ત્યાં સુધી સુખેથી રહેજે.
હવે તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહીં. હું તે દુરાચારી શત્રુંજયરાજાને મારીને જલદી અહીં આવીશ.
એમ કહીને તે કુમાર વસુનંદક ખડગને પિતાના હાથમાં ગ્રહણ કરી આકાશમાર્ગે ચાલતે થે. હું પણ, પ્રિયવદાની સાથે તે દિવસ ત્યાં જ રહી અને અત્યંત રાગને લીધે તેના સમાગમનું જ હું ચિંતવન કરતી હતી.
મારો મને વલ્લભ બહુ વિદ્યાના પ્રતાપવાળે છે, છતાં હજુ તે દુષ્ટને સંહાર કરી કેમ નહીં આવ્યો ? એમ ચિંતવન કરતાં તે દિવસ મારો વ્યતીત થઈ ગયો અને અખંડ રાત્રી પણ હું પ્રિયંવદાની સાથે નિર્ગમન કરતી, હજુ સુધી પણ તે મારો પ્રિયતમ કેમ નહી આવ્યું?
એમ વારંવાર ચિંતવન કરતી ઉદ્વિગ્નદશામાં બેસી રહી હતી, તેટલામાં એક ભયંકર વૈતાલ મારા જેવામાં આવે. ભયંકર પિશાચ
તીક્ષણ અને કઠેર વાણી વડે તિરસ્કાર કરતે, સ્વરૂપ વડે ભયંકર,
નિમ અગ્નિની જવાલાઓના સમૂહની માફક પીળા એવા ચોટલાની કાંતિવડે વિકરાલ,